ધાનેરા વિસ્તાર માંથી ચોરી થયેલી મોટર સાયકલ સાથે બે ઈસમોને ધાનેરા પોલીસ ઝડપી પાડ્યા..
ધાનેરા વિસ્તાર માંથી ચોરીમાં ગયેલ મોટર સાઈકલ ધાનેરા પોલીસે ઝડપી પાડી છે..
ધાનેરા પોલીસને મળેલી બાતમી હકીકત આધારે નેનાવા ગંજ બજાર પાસે વોચમાં હતા તે દરમિયાન ચોરાયેલ બાઈક GJ 08 AH 3238 નંબરની મોટર સાયકલ સાથે બે ઈસમોને ધાનેરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાના ઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય એસ.એમ.વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદના ઓના માર્ગદર્શન મુજબ એ.ટી.પટેલ પોલીસ ઈન્સપેક્ટર ધાનેરા નાઓને મળેલ બાતમી આધારે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીમા ગયેલ મોટર સાયકલ GJ - 08 - AH - 3238 વાળા ની તપાસ મા હતા દરમ્યાન હકિકત મળેલ કે , આ કામનુ ચોરીમાં ગયેલ મોટર સાયકલ લઈને કરશનસિંહ અમરસિંહ દેવડા દરબાર તેમજ પનાભાઈ પ્રભુભાઈ વજીર રહે નેનાવા તા. ધાનેરા વાળાઓ નેનાવા ગંજ બજાર બાજુ આવી રહેલ છે..
જે બાતમી હકિકત આધારે ઉપરોક્ત આરોપીઓ ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે નેનાવા ગંજ બજાર પાસે આવતાં સદર મોટર સાયકલ સાથે બંન્ને આરોપીઓ ને પકડી પાડી ધાનેરા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે..