હાલોલ:કલરવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ૨૦૦ફૂટના વિશાળ રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગાયાત્રાએ દેશભક્તિનો માહૌલ સર્જ્યો..

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હાલોલમાં આવેલ કલરવ શાળામાં "આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન.. એકતા, અખંડિતતા અને ભાવત્મકતા નું પ્રતિક એટલે ભારત દેશ. અને તેનો ઘર ઘર લહેરાતો તિરંગો." આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે ભારતમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારત દેશના તિરંગા યાત્રાનું આયોજન થઈ ચૂક્યું છે ત્યારે હાલોલની પ્રતિષ્ઠિત કલરવ શાળાના આચાર્યા અને ગુજરાત રિસર્ચ એન્ડ પોલિસીના પ્રદેશ સભ્ય તેમજ પંચમહાલ જિલ્લા શિક્ષણ સેલના કન્વીનર શ્રીમતી ડૉ. કલ્પનાબેન જોષીપુરા અને શાળાના ટ્રસ્ટી શ્રી હાર્દિક જોશીપુરાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તા.૧૨ ઓગસ્ટ શુક્રવારના રોજ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનું પ્રસ્થાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર અને શાળાના પૂર્વ વિદ્યાર્થી મયુરધ્વજસિંહજી પરમાર તથા હાલોલ નગર અને તાલુકાના ભાજપના સર્વે હોદ્દેદારોના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતુ. આ યાત્રામાં અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. આ યાત્રામાં ૨૦૦ ફૂટ લાંબો અને પ ફૂટ પહોળો રાષ્ટ્ર ધ્વજ લહેરાવી વિદ્યાર્થીઓએ યાત્રામાં ભવ્ય પ્રદર્શન કરેલ અને રાષ્ટ્રભક્તિના ગીતો,સૂત્રો દ્વારા ગગન વેદી નારા લગાવી લોક જાગૃત નું અભિયાન કરેલ. આ યાત્રામાં અબાલવૃદ્ધ સાથે મળીને ૧૦૦૦ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાઇને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી હતી.આ યાત્રામાં વરસાદી માહોલ હોવા છતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રાષ્ટ્ર વ્યાપી જુસ્સો અને દેશ પ્રેમ ની ભાવના અનેરી રહી. હતી. વડાપ્રધાનના આ જનવ્યાપી વિચાર ઘંટ વગાડવો, થાળી વગાડવી, દિપક પ્રગટાવવો અને ઘર ઘર તિરંગાને લોક ચાહના તો મળે જ. આ યાત્રામાં આઝાદીની લડત ચલાવનાર વીરોના વીરગાથાની યાદ તાજી થાય તે માટે ૭૫ વીર પાત્રો બનાવીને આઝાદીની લડત ચલાવનાર વીરોને યાદ કર્યા. આ વીર પાત્રોમાં મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલા લજપતરાય, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, સ્વામી વિવેકાનંદ, ઝાંસી કી રાની, લક્ષ્મીબાઈ, વિજયા લક્ષ્મી પંડિત અને મેડમ ભિખાઈજી કામા વગેરે વિદ્યાર્થી પાત્રો બનાવીને શોભાયાત્રાની શોભામાં વધારો કર્યો. આમ એક નવું વિચાર રાષ્ટ્રને એક કરવા જન- જનને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરિત કરે છે આમ જય હિન્દ, વંદે માતરમ અને ભારત માતાકી જયના ગગનભેદી નારા સાથે તિરંગા યાત્રાનો સમાપન કરવામાં આવ્યું હતું..