પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત દ્વારા મતદાર જાગૃતતા રેલીને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ:-દાહોદ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી ૭ મી મે ના રોજ યોજાનાર ચુંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે દાહોદ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા સામુહિક પ્રયત્નો આદર્યા છે. જેમાં વિવિધ સંસ્થાઓએ વ્યાજબીભાવના દુકાનદારઓ પણ સહભાગીદારી નોંધાવી છે. ત્યારે દાહોદ પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત અને મામલદારશ્રી મનોજ મિશ્રા એ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી દરમ્યાન દાહોદ શહેરના વ્યાજબી ભાવની દુકાનદાર શ્રીઓ એ લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી હતી મતદાર જાગૃતતા રેલી દરમ્યાન કર્યું હતુ. દાહોદ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી. જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો. રેલીની સાથે સાથે લોકોને મતદાર માટે પ્રેરિત કરાયા હતા જેમાં રાહદારીઓએ ઉત્સાહ ભેર પોતાના હસ્તાક્ષર કરી "હું મત આપીશ મારા પરિવાર સાથે " એવી અપીલને આત્મસાત કરી હતી.આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સુત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા આ રેલી દાહોદના નગરપાલિકા સહિત પડાવ વિસ્તારમાં થઈ વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો. આ જાગૃતતા રેલીમાં મામલતદાર કચેરીના કર્મયોગીશ્રીઓ, બુથ લેવલ ઓફિસર શ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.