ડીસાના વાડી રોડ ખાતે આવેલ મુક્તિધામ તીર્થમાં શ્રી મુક્તિનાથ મહાદેવ નવનિર્મિત શિવ મંદિરની ત્રિ-દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ દિને ગણપતિ પૂજન, યજ્ઞ મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપન અને ભોજન પ્રસાદ અને સાંજે પૂજા આરતી કરાઇ હતી.
ત્યારબાદ બીજા દિવસે સૂર્યદાન વિધી તેમજ ડી.જે.ના તાલે વિશાળ શોભાયાત્રા-જળયાત્રા યોજાઇ હતી અને લઘુરૂદ્ર મહાયજ્ઞ, ભોજન પ્રસાદ, મૂર્તિઓની સ્થાપન વિધી, સાંજે કુલડી દ્વારા અભિષેક, નેત્ર મિલન વિધી, ધાન્ય નિવાસ વિધી અને સાંજે પૂજા-આરતી કરાઇ હતી. જ્યારે ત્રીજા દિવસે પ્રાંત: પૂજન, મંદિર વાસ્તુ મહાપૂજા, અભિજીત નક્ષત્ર પ્રાણ-પ્રતિષ્ઠા અને મહા આરતી યોજાઇ હતી.
ત્યારબાદ ભાવિક ભકતોએ સમૂહ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. જેમાં યજ્ઞ પ્રતિષ્ઠા આચાર્ય મદનલાલજી મહારાજ અને મુકેશભાઇ દવેના વેદાંત મંત્રોચ્ચાર સાથે યજ્ઞના મુખ્ય યજમાન ડીસાના હાથીભાઇ ચેલાભાઇ વાઘેલા (દરજી) એ લ્હાવો લીધો હતો. જેમાં ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી હતી.
જ્યારે શિવલિંગ સ્થાપનના દાતા જ્યોતિબેન શૈલેષભાઇ પાઠક, ભોજન પ્રસાદના દાતા સ્વ. પ્રભાબેન અંબાલાલ ઠક્કર પરિવાર, આમંત્રણ પત્રિકાના દાતા મૂળચંદભાઇ શંકરદાસ પટેલ પરિવાર, શ્રી 1008 મહંત શ્રી રેવાપુરીજી ગુરૂ હીરાપુરીજી મહારાજ (આસોદર) ધામના આશિર્વાદ પાઠવ્યા હતા. શિવ મંદિરને શિલ્પકાર તરીકે જૂનાડીસાના સન્ની માર્બલ આર્ટના જવાહરમલ રાજમલજી મિસ્ત્રી, વિશાલભાઇ સંપતલાલ મિસ્ત્રીએ કામગીરી કરી હતી.
જ્યારે મુખ્ય ધજાદંડ અને ગણપતિ દાદાના ચડાવાના યજમાન સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. પ્રાણશંકર કાનજીભાઇ જોષીની પુણ્ય સ્મૃતિમાં અને હનુમાન દાદાનો ચડાવો શાંતિલાલ ચુનીલાલ ઠક્કર (વકીલ), મુખ્ય શિખર કળશનો ચડાવો નટવરભાઇ દીપાજી સોની, ઘુમ્મટ શિખર કળશનો ચડાવો રામાજી ઓખાજી સોની, પાર્વતી માતાજીનો ચડાવો છગનલાલ રામાજી સોની, લક્ષ્મી અને અંબાજી માતાજીનો ચડાવો જુગલકિશોર રામકિશન અગ્રવાલ, સરસ્વતી માતાજીનો ચડાવો પાર્વતીબેન લીલાધરભાઇ આચાર્ય, નંદીજીનો ચડાવો શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા-ડીસા, કષ્યય (કાચબો) નો ચડાવો સ્વ. મોહનભાઇ કે. આસ્નાનીએ લ્હાવો લીધો હતો.
મંડપ ડેકોરેશનના દાતા સાવિત્રી મંડપ ડેકોરેશને કર્યું હતું. જ્યારે અંતિમ યાત્રા રથના દાતા સ્વ. બાબુભાઇ કેદારમલ અગ્રવાલ તરફથી મુક્તિધામમાં સપ્રેમ ભેટ અપાઇ છે. જ્યારે સીનીયર સીટીઝન સેવા માટે અનુદાન ભણશાલી ટ્રસ્ટ-ડીસા, યોગેશભાઇ દોશી (મુંબઇ) અને સતિષકુમાર લક્ષ્મીચંદમાઇ માળીએ આપી છે.