મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકો ને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી દો બૂંદ જીંદગી કી સુત્રને સાર્થક કરવા વિરપુર તાલુકામા 52 પોલીયો બુથ પર ૨૦૪ થી વધુ આરોગ્ય, આંગણવાડી, આશા બહેનોએ સરાહનીય કામગીરી કરી છે બસ સ્ટેશન, બેન્ક, ગ્રામ પંચાયત આંગણવાડી જેવા જાહેર વિસ્તારોમા જ્યા લોકોની અવરજવર હોય તેવા વિસ્તારમા બુથ રખાયા હતા. તથા તા.૨૩,૨૪,૨૫ ના રોજ ડોર ટુ ડોર ફરીને બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા વિરપુર તાલુકામા એકપણ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઇને બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા ત્યારે બે દિવસમાં ઘરે ઘરે જઈ ને તથા 52 પોલીયો બુથ ખાતે ૨૦૪ થી વધુ કર્મચારીઓ દ્વારા ૧૨૮૨૮ થી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી....