2024 લોકસભા ચૂંટણીને લઈ અમરેલી જિલ્લામા શાંતિ પૂર્ણ રીતે મદાતન યોજાય ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને ગેરકાયદેસર પદાર્થ પ્રવૃત્તિઓનું વેચાણ ન થાય તે માટે અમરેલી જિલ્લા પોલીસ સતર્ક છે. તેવા સમયે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ડેરીપીપરીયા ગામ નજીક આરોપી સુરેશ કાળુભાઇ બગડા પોતાના રહેણાંક મકાનમાં સૂકો ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા અમરેલી એસઓજી ટીમ દ્વારા રેડ કરતા આરોપીને દબોચી લીધો છે.

રહેણાંક રૂમમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ડાળખા સાથેના ભેજયુક્ત સૂકા વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થાનું કુલ વજન 01 કિલો અને 542 ગ્રામ જેની કિંમત રૂ.15,420 તથા એન્ડ્રોઇડ મોબાઈલ મળી કુલ રૂ.20,420ના મુદામાલ સાથે આરોપીને ઝડપી બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી ગુન્હો નોંધી આરોપી અંગે હવે વધુ તપાસ બગસરા પોલીસ કરશે.