સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર સગીરાઓને ભગાડી જવાના બનાવો અને સગીરાઓને લાલચમાં અને લોભ અને છેતરામણી વાતોમાં લઈ અને અનેકવાર અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવીણભાઈ ની પુત્રી સગીર વયની હોવા છતાં પણ ભગાડી ગયા હોવાની હાલમાં ફરિયાદ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન નોંધાવવા પામી છે આ અંગેની મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ પાછળ રહેતા પ્રવિણ ઉર્ફે પવલો ઘનશ્યામભાઇ પાટડીયાને એક સગીરાને આરોપી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાબતે સગીરાના પરિવારને જાણ થતા દીકરીને શોધવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કોઇ જગ્યાએ ભાળ મળી ન હતી. આથી પ્રવિણ પાટડીયા વિરૂધ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.