મોરબી જીલ્લામાં માટી, કોલસા, દવા વિગેરેની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં હવે તૂટેલી મૂર્તિઓની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને માળીયા અમદાવાદ હાઇવે ઉપરથી પસાર થતાં અશોક લેલન્ડ ટ્રકને રોકીને ચેક કરવામાં આવતા પી.ઓ.પીની ટુટેલ ફુટેલ મુર્તીઓની આડમાં દારૂને છુપાવીને દીલ્હીથી થી મુન્દ્રા લઇ જવાતો હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે હાલમાં જુદીજુદી બ્રાન્ડની દારૂની ૪૭૫૨ દારૂની બોટલ અને ટ્રક સહિત કુલ મળીને ૨૮.૩૦ લાખનો મુદામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ કરેલ છે

મોરબી શહેરની બાજુમાં આવેલા શનાળા ગામ પાસેથી રાજપર તરફ જવાના રસ્તે કારખાનામાં સ્ટેટ વિજલન્સની ટીમે રેડ કરી હતી અને દારૂ ભરેલ ટ્રકને પકડ્યો હતો તેની સાહી હજુ સુકાઈ નથી ત્યારે માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશનના વિશ્વરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ચુડાસમા તથા દશરથસિંહ જાડેજાને સંયુકત રીતે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી માળીયા બાજુ દારૂ ભરેલ ટ્રક આવેલ છે અને આ અશોક લેલન્ડ કંપનીના ટ્રકમાં પી.ઓ.પી. ની ટુટેલ ફુટેલ મુર્તીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરવામાં આવી રહી છે જેથી કરીને મળેલ બાતમી મુજબનો ટ્રક માળીયા અમદાવાદ હાઇવે ઉપરથી પસાર થતાં તેને રોકીને પોલીસે છે કર્યો હતો ત્યારે ટ્રકમાંથી મેકડોવેલ્સ નં.૦૧ કલાસીક બ્લેન્ડ વ્હીસ્કીની ઓરીજનલ ૩૧૩૨ બોટલો જેની કિંમત ૧૧,૭૪,૫૦૦, રોયલ સ્ટગ રીજર્વ વ્હીસ્કીની ૧૯૨૦ બોટલો જેની કિંમત ૬,૪૮,૦૦૦, ટ્રક નં. જીજે ૬ એઝેડ ૬૩૭૭ જેની કિંમત ૧૦,૦૦,૦૦૦, રોકડા ૩૦૦૦ અને એક મોબાઈલ આમ કુલ મળીને ૨૮,૩૦,૫૦૦ ના મુદામાલ સાથે પોલીસે આરોપી ગોમારામ બગતારામ જાખડ જાતે જાટ (૨૯) રહે. સનાવળા જાખડો કી ધાણી તાલુકો બાડમેર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે અને ટ્રક આપનાર સ્વરૂપ પરીહાર રહે. કલ્યાણપુર જીલ્લો બાડમેર, માલ મોકલનાર લક્ષ્મીનારાયણ તેમજ તપાસમાં બીજા જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીએસઆઈ બી.ડી.જાડેજા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ બાલાસરા, મહેન્દ્રસિંહ ચુડાસમા, દશરથસિંહ જાડેજા, વનરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ સોલંકી તથા દેવેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી