ડ્રાઈવર / કંડકટર અને મિકેનિક કર્મચારીઓના બ્લડ પ્રેસર, ડાયાબીટીસ અને આંખોના રોગનું નિદાન કરાયું

એસ.ટી નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકશ્રીની કર્મચારીઓના સ્વાસ્થ્ય અને તેમના સાથે સંકળાયેલ મુસાફર જનતાના હીતને ધ્યાને લઇ સત્વરે તમામ કર્મચારીઓ નું સ્વાસ્થ્ય ચેકઅપ કરાવવાની સકારાત્મક સૂચનાઓ અન્વયે પાલનપુર વિભાગનાં વિભાગીય નિયામકશ્રી કિરીટભાઈ ચોધરીના માર્ગદર્શન અને અંબાજી સિવિલના સુપ્રિટેન્ડેન્ટશ્રી યજુવેન્દ્ર મકવાણાના સહકાર થકી આજરોજ અંબાજી ડેપોના તમામ ડ્રાઈવર / કંડકટર અને મિકેનિક કર્મચારીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં ડૉ. રાધેય જોષી તથા તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરી અને 232 જેટલા કર્મચારીઓનું બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અને આંખો સહિતનું નિદાન કરી સ્વાસ્થ્યની ચકાસણી કરી મેડિકલ સલાહ આપવામાં આવી હતી. અંબાજી એસ.ટી ડેપો મેનેજરશ્રી રઘુવીરસિંહ ચૌહાણએ જરૂરી માર્ગદર્શન અને સકારાત્મક જરૂરી મદદ માટે સૌ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી