આણંદ અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે. જેમાં ત્રિપલ અકસ્માત સર્જાતા એમ.એલ.એ. ગુજરાતની નંબર પ્લેટ મળી આવી છે. આ ગાડીમાંથી કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ લથડીયા ખાતા બહાર નિકળતા અનેક સવાલો પણ આ મામલે થયા છે. ગુજરાતમાં છાસવારે ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે. ત્યારે આણંદમાં પણ આ ગોઝારો આકસ્માત થયો છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આણંદના સોજીત્રા પાસેના ડાલી ગામમાં કાર, બાઈક અને રીક્ષા વચ્ચે આ આકસ્માત સર્જાતા 6ના લોકો મોતને ભેટ્યા છે.આ ગાડીમાં એમએલએ લખેલું બોર્ડ મળી આવ્યું છે અને ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કેતન પઢીયાર વીડિયોમાં લથડીયા ખાતા બહાર નિકળ્યા હોવાનું એક વીડિયોમાં સામે આવી રહ્યું છે. આ ઘટના ગંભીર છે. કેમ કે, ટક્કર એટલી જોરદાર વાગી હતી જેના કારણે મૃત્યુની ચીચિયારીઓ ગૂંજી હતી. અત્યારે મૃતકોના મૃતદેહો સોજીત્રા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોટમ માટે ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતની અંદર 6 લોકોના મોત થતા એમએલએના જમાઈને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અત્યારે રક્ષાબંધન સહીતની તહેવારોનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યાકે આ ખુશીનો અવસર માતમમાં ફેરવાઈ ગયો છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતા જ સોજીત્રા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાયદાકીય પ્રક્રીયા હાથ ધરી હતી. આ મામલે ધારાસભ્યના જમાઈ લથડીયા ખાતા બહાર નિકળ્યા હતા તે મામલે કોની બેદરકારી છે એ પણ તપાસવામાં આવશે.