અમરેલી જીલ્લાના ખાંભા,ડેડાણ અને ટીંબી યુનિટ નાં જવાનને ચેક અર્પણ કરાયા-

હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદમાં કાયદો વ્યવસ્થા તેમજ ધાર્મિક અને વી.વી.આઈ.પી. બંદોબસ્ત તેમજ ચૂટંણી જેવી અગત્યની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભે ખભા મેળવી નિષ્કામ સેવા કરી રહ્યા છે. 

અમરેલી જીલ્લાના ખાંભા યુનિટના જવાનશ્રી પરમાર અને ડેડાણ યુનિટ નાં શ્રી ગરણીયા નાં પુત્રીના લગ્ન પ્રસંગે સહાય પેટે રૂ.૨૦,૦૦૦/ અંકે રૂપિયા વીસ હજારનાં ચેક તથા ખાંભા યુનિટનાં જવાન નાં સંતાન ને શિષ્ય વૃત્તિ નાં ચેક અર્પણ કરાયા.

કમાન્ડન્ટ જનરલશ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ (ગુજરાત રાજ્ય હોમ ગાર્ડ કલ્યાણ નિધિ ) સહાય મંજુર કરવામાં આવેલ.

જે ચેક શ્રી અશોક જોષી,જીલ્લા કમાન્ડન્ટશ્રી અમરેલીનાં વરદ હસ્તે આપવાં માં આવેલ. આ તકે ખાંભા, ડેડાણ, રાજુલા, લીલીયા અને સા.કું. યુનિટ અધિકારીનાઓની હાજરીમા ચેક અર્પણ કરાયો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રવીણભાઈ સાવજે કરેલ. હોમગાર્ડ યુનિટના જવાનો હાજર રહેેેેલ.આ તકે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

રિપોર્ટર:- કિનલ પંડ્યા રાજુલા..