ધ્રાંગધ્રામાં 3 ભરવાડ સમાજના યુવાન અને એક આધેડ સામે એક મહિના પહેલાં ધમકી આપ્યાની ધ્રાંગધ્રા સીટી પોલીસ માત્ર ખોટી ફરિયાદ નોધવામાં આવી. ત્યારે બનાવને લઈને મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો વિવિધ સમાજના યુવાનો અને સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી સહિતનાને આવેદનપત્ર આપી ખોટી ફરિયાદની યોગ્ય તપાસ કરી ખોટી ફરિયાદ નોંધાવનાર સામે કડક કામગીરી કરવાની માગ કરવામાં આવી હતી.ધ્રાંગધ્રામાં જમીન બાબતનુ મનદુ:ખ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપ્યાની ફરિયાદી શાબીરભાઈ મમાણી દ્વારા ધ્રાંગધ્રા રહેતા ભરવાડ સમાજના યુવાન હીતેષભાઈ રાતડીયા, ભરતભાઈ મુધવા, રમેશભાઈ ઉફે સાવજ અને મુળ સડલા તાલુકો મૂળીના માહાદેવભાઈ પ્રજાપતિ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. આથી ધ્રાંગધ્રા ભરવાડ સમાજ હિન્દુ સંગઠનો અને વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા, ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી અને સીટી પોલીસને આવેદનપત્રને જણાવ્યુંકે આરોપી સામે નોધવામાં આવેલી ફરિયાદમાં એક મહિના પહેલાનો બનાવ બન્યાનું જણાવ્યું હતું. અને આરોપી તરીકે જેમના નામ દર્શાવવામાં આવેલ તેમાના હીતેષભાઈ રાતડીયા તે સમયે મામલદાર ઓફિસમાં હાજર હતા. માહાદેવભાઈ પ્રજાપતિ રતનપર સુરેન્દ્રનગર હતા. ત્યારે બનાવની ફરિયાદ ખોટી નોધવામાં આવી છે. તેથી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવે. ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત દ્વારા જણાવ્યું કે બનાવ અંગે યોગ્ય તપાસ કરી સત્ય બહાર લાવીને યોગ્ય કામગીરી કરી યોગ્ય ન્યાય કરવામાં આવશે.