ખંભાત શહેરમાં નગરપાલિકા સભાખંડમાં ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં પ્રમુખ-ઉપપ્રમુખની ઉપસ્થિતમાં બોર્ડ બેઠક મળી હતી.જેમાં ચૂંટાયેલા કાઉન્સિલરો હાજર રહ્યા હતા.જે દરમિયાન ખંભાતના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.અન્ય વિકાસના કામોના ઠરાવો કરવામાં આવ્યા હતા.
બોર્ડ બેઠક દરમિયાન વિપક્ષના ઇફતેખાર યમનીએ વોર્ડ નંબર-૬માં વિકાસના કામો નગરપાલિકા દ્વારા કરવામાં આવતા નથી તેવા આક્ષેપો લાગાવ્યા હતા.તદ્દઉપરાંત વિપક્ષે વિકાસના કામ દરમિયાન કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચારયુક્ત આર.સી.સી માર્ગો બનાવતા હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી.ખંભાતના ગ્રામ્ય પોલીસ મથકથી કોલેજ તરફ જતા માર્ગ પર ભરપૂર ગટર ઉભરાતા ભારે તકલીફોનો સામનો કરવો પડે છે તેના નિવારણ અર્થે રજૂઆતો કરી હતી.આ ઉપરાંત વિપક્ષે વિવિધ પ્રશ્નોની સત્તાપક્ષને ઉગ્ર રજુઆત કરી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)