પેટલાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સોજીત્રા તાલુકાના ત્રંબોવાડ ગામે રહેતા 30 વર્ષીય મહિલાનું સ્વાદુપિંડ ઉપર આવેલી ગાંઠનુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમને ઘણા દિવસથી પેટમાં દુખાવો થતો હતો. પેટલાદ સિવિલ હોસ્પિટલમાં આવતા તેમની સોનોગ્રાફી કરાતા સ્વાદુપિંડ ઉપર ગાંઠ હોવાનું જણાયું હતું. સિવિલ હોસ્પિટલના ડોક્ટર જીગર જોશી અને ડોક્ટર ગિરીશ કાપડિયાની ટીમ દ્વારા સ્વાદુપિંડ ઉપરની ગાંઠનુ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન પેટમાંથી બે લીટર જેટલું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ દ્વારા વિવિધ દર્દીઓને મળી રહેલી સેવાને લઈને દર્દીઓમાં ખુશી જોવા મળી હતી.