પાલનપુરમાંથી દોઢ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરાયું હતું. જેનું બ્લેડથી ગળુ કાપી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને રૂ. 10 હજારના દંડની સજા કરી છે.

પાલનપુરના સીમલાગેટ નજીક શાકમાર્કેટમાંથી તા. 8 સપ્ટેમ્બર 2023 ના રોજ 14 વર્ષની એક સગીરાને જનતાનગરમાં રહેતો અજય લક્ષ્મણ દેવીપૂજક અપહરણ કરી ગયો હતો. જેને ઝાપટો મારી ડાબી આંખ ઉપર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ બ્લેડથી ગળુ કાપી નાખવાની ધમકી આપી ઉનાવા લઇ ગયો હતો. જ્યાં તેણીની ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું.

આ અંગે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં અજય દેવીપૂજકની પોલીસે અટકાયત કરી હતી. દરમિયાન આ કેસ પાલનપુરની બીજી એડીશનલ સેશન્સ કોર્ટ અને પોકસો કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ અમીત જે. કાનાણીએ સરકારી વકીલ દિનેશકુમાર છાપીયાની દલીલો ગ્રાહ્ય રાખી હતી અને આરોપી અજય દેવીપૂજકને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા તેમજ રૂ. 10,000 નો દંડની સજા કરી હતી. તેમજ સગીરાને વળતર પેટે રૂ. 4,00,000 ચૂકવવા માટે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુરને ભલામણ કરતો હુકમ કરવામાં આવ્યો હતો.

ઇ.પી.કો. કલમ-363 માં પાંચ વર્ષની સજા રૂ. 1,000 નો દંડ, ન ભરે તો છ માસની કેદ

કલમ-366 માં સાત વર્ષની સજા રૂ. 1,000 નો દંડ, ન ભરે તો એક માસની સજા

 કલમ-323 માં 6 માસની સજા

કલમ-506 (2) માં એક વર્ષની સજા રૂ. 1, 000 નો દંડ ન ભરે તો એક માસની સજા

પોક્સો એકટની કલમ-6 માં 20 વર્ષની સખત કેદની સજા રૂ. 10,000 નો દંડ ન ભરે તો એક વર્ષની સજા