કાલોલ ની ભાગ્યોદય અને ચામુંડા અને પરષોત્તમ નગર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી નિયમિત રીતે સાફ સફાઇ થતી ન હોવાથી ભારે ગંદકી નો માહોલ જોવા મળેલ છે કચરા ની દુર્ગંધ થી આ વિસ્તારમા પસાર થવુ મુશ્કેલ બની ગયું છે ગત સપ્ટેમ્બર મહિનામાં સ્થાનીક રહીશોએ કાલોલ મામલતદાર અને નગરપાલિકાને લેખીત રજુઆત કરી હતી તેમજ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્ર્મ મા પણ રજુઆત કરી હતી તેમ છતાં પણ તેઓને મુળભુત સુવિધાઓ મળતી નથી મુખ્યત્વે પીવાના પાણી ની અનિયમિતતા તેમજ ખુબ ગંદુ પાણી, વરસાદી પાણી ના યોગ્ય નિકાલ,સ્ટ્રીટ લાઈટો હંમેશા બંધ હાલતમા,કચરો ઉઠાવવા માટે ટ્રેકટર ની ફેરી ના લાગતી હોવાથી ગંદકી થવાનો ભય,ભાગ્યોદય સોસાયટી થી સરકારી દવાખાના તરફ નો જાહેર રસ્તો ખુલ્લો મૂકવા,જુનો રોડ ખુબ જ નીચી ગુણવતા નો હોવાથી નવો રોડ બનાવવા,રખડતા ઢોર નો ત્રાસ જેવા મુદ્દે રહીશો દ્વારા રજુઆત કરી હતી પણ તેનુ કોઈ યોગ્ય નિરાકરણ થયેલ નથી પાલીકા ના ટ્રેકટરો છલોછલ કચરો ભરીને આ વિસ્તારમા આવે છે અને પસાર થઈ જાય છે આ વિસ્તારનો કચરો ઉઠાવતા નથી કેટલાક કર્મચારી સફાઈ કરવા આવે છે અને એકજ સ્થળે કચરો એકઠો કરીને ચાલ્યા જાય છે.હાલમાં છેલ્લા દશ દિવસ થી કચરો લેવા માટે કાલોલ નગરપાલિકા દ્વારા કોઈ જ આવતુ ન હોય ગંદકી ની ભરમાર જોવા મળી જે ગંદકી ની આસપાસ રખડતા ઢોરો એ પોતાનુ આશ્રયસ્થાન બનાવેલ છે ગંદકી ને કારણે ભવિષ્યમાં કોઈ ગંભીર રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ વધી ગઈ છે ત્યારે સ્થાનિકો નિયમિત રીતે નગરપાલિકા મા વેરો ભરતા આવ્યા છે ત્યારે તેઓને પ્રાથમિક સુવિધાઓ કેમ મળતી નથી તે ચર્ચા નો વિષય બનેલ છે.