કાલોલ મુસ્લીમ સમાજ ૨૨ જાન્યુઆરી ના રોજ રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠાના દીને માસ મટન ની દૂકાનો બંધ રાખશે
રામ જન્મ ભુમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ આગામી સોમવારે યોજાવાનો છે ત્યારે કાલોલ પોલીસ મથકે પીએસઆઈ સી બી બરંડા ની અધ્યક્ષતા હેઠળ કાલોલ શહેર ના માસ મટન વેચતા વેપારીઓ ની બેઠક યોજાઈ હતી જેમાં વેપારીઓ અને મુસ્લીમ સમાજ ના આગેવાનો અને મૌલવી હાજર રહ્યા હતા પીએઆઈ દ્વારા આગમી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ ને લઈ એક દિવસ પુરતો ધંધો બંધ રાખી તંત્ર ને સહકાર આપવા અપીલ કરી હતી જે અપીલ ને હાજર રહેલા વેપારીઓ સહિત તમામ મુસ્લીમ આગેવાનો એ વધાવી લીધી હતી અને પોતે ભગવાન શ્રી રામ ના મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિતે પોતાની દુકાનો સંપૂર્ણ બંધ રાખવા તેમજ વહીવટી તંત્ર ની સાથે સાથ સહકાર આપવા કટિબધ્ધતા દર્શાવી હતી મિડીયા સાથે ની વાતચીત મા કાલોલ મુસ્લીમ સમાજ ના હાજી સલામભાઈ કોશિયા એ જણાવ્યુ હતુ કે અમે અમારી મટન ની દુકાનો સંપૂર્ણ બંધ રાખીશું અને રામભકતો ને સહકાર આપીશુ. બેઠકમાં ભાથીજી મંદિર પાસે આવેલ લારીઓ પણ તે દીવસે બંધ રાખવા તમામ સમાજે સંપૂર્ણ તૈયારીઓ બતાવેલ.આ પહેલા કાલોલ તાલુકાના સરપંચો ની બેઠક પણ પોલીસ મથકે યોજાઈ હતી જેમાં તમામ ગામો મા શાંતી જળવાઈ રહે તે માટે અપીલ કરાઈ હતી.