રાજસ્થાનમાંથી છેલ્લા છ વર્ષથી બળાત્કાર અને અપહરણના ગુનામાં ભાગતા ફરતા આરોપીને ડીસા તાલુકામાંથી એલસીબીની ટીમે પકડી પાડ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી રાજસ્થાનના ગુડામાલાણી પોલીસને સોંપવાની તજવીજ છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રાજસ્થાનના ગુડામાલાણી પોલીસ મથકે આજથી છ વર્ષ અગાઉ અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ડીસા તાલુકાના શેરપુરા ગામનો હેમારામ પન્નારામ જાટે એક યુવતીનું અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જે મામલે પીડિત યુવતીએ ગુડામાલાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જે કેસનો આરોપી છેલ્લા છ વર્ષથી નાસ્તો ફરતો હતો અને રાજસ્થાન પોલીસને ચકમો આપી રહયો હતો. તે દરમિયાન બનાસકાંઠા એલસીબીની ટીમને આ આરોપી ડીસામાં ફરતો હોવાની માહીતી મળી હતી. જેથી એલસીબીની ટીમે ખાનગી રાહે તપાસ કરી આરોપીને ડીસા તાલુકા વિસ્તારમાંથી દબોચીને ડીસા તાલુકા પોલીસને સોંપ્યો છે. જ્યારે ડીસા તાલુકા પોલીસે આ આરોપીની અટકાયત કરી રાજસ્થાન પોલિસને સોપવાની તજવીજ હાથ ધરી છે.