વાવ તાલુકાનાં ટોભા ગામ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત મોટી મહિલાઓ હાજર રહેતા જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક ગ્રામજનોને લોકદરબારમાં આટલી મોટી સંખ્યામાં હાજર રહેતાં કામગીરીની પ્રશંસા કરી હતી.અને તેમણે જણાવ્યું હતું કે ખૂબ જ ઓછા એવા લોકદરબાર હોય છે કે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ અને માતાઓની હાજરી હોય છે મળતી માહિતી મુજબ વાવ તાલુકાનાં ટોભા ગામ ખાતે પ્રાથમિક શાળામાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને માવસરી પોલીસ સ્ટેશન દ્વારા યોજાયો હતો.જેમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે મેં વિસી પાઠ ફોરમાં 1950ની નોંધ વાંચતા ટોભા ગામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો અને વર્ષ 1950માં પણ ટોભા ગામ શાંત હતું અને આજે 73 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં પણ શાંત છે વધુમાં જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો પણ કોઈ પ્રશ્ન ન થતો હોવાથી તેમણે ખૂબ જ શાંત ગામ હોવાનું જણાવ્યું હતું વધુમાં માવસરી

પીએસઆઈએ પણ એક પણ ગુનો ટોભા ગામમાંથીનોંધાયો નથી તેથી જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે આખા વિશ્વ કે દુનિયાએ પણ આ ગામને ભાઈચારા અને એકતાનાં વખાણ કર્યા હતા.વધુમાં જણાવ્યું હતું

કે ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અંગે આવા લોકદરબારનું આયોજન થાય છે પરંતુ બીજા

ગામડાઓને પણ તમારા ગામ જેવું આદર્શ ગામ બને એ માટે શીખવા જેવું કહ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ બાબતે જણાવ્યું હતું કે પેલાના

સમયમાં ઘરમાં ચોરીઓ થતી હતી એમ આજે મોબાઈલમાંથી ચોરીઓ કે ગુનાઓ વધારે બને છે એ માટે ખાસ સતર્ક અને સાવધાન રહેવા માટે અપીલ કરી હતી.અને મોબાઈલ ક્યારેક દુર્ઘટના નું સાધન ન બને વધુમાં સોશિયલ મીડિયામાં વધુને વધુ માહિતી શેર કરવો,ઓટીપી શેર ન કરવા અને ચોર લોકોથી સાવધાન રહેવા જણાવ્યું હતું