મહેમદાવાદ તાલુકાના મોદજ ગામના નવરંગપુરા વિસ્તારમાં આવેલ અતિ પોરાણિક " આઈ શ્રી ખોડીયાર માતાની વાવ " નો અનોખો ઇતિહાસ..???!! માત્ર એક દિવસમાં તૈયાર થયેલી આ વાવ...??!! ગામલોકો દ્વારા પુરાતન ખાતામાં કરવામાં આવી અરજી...!!
આ ગામમાં નવરંગપુરા પરા વિસ્તારમાં વિશાળ જગ્યામાં આવેલી આ વાવ જે લોકમુખે ચર્ચા મુજબ લગભગ ૧૦૦૦ વર્ષ પૌરાણિક તેમજ પહેલાના જમાનામાં "" લાખા વણઝારા "" દ્વારા માત્ર એક જ દિવસમાં આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ વાવ ની પાસે જ લગભગ સો થી દોઢસો વર્ષ જૂનું આંબલીયા નું કહેવાતું ઘટાદાર વટવૃક્ષ છે અને તેની પાસે આજ વાવ ના પથ્થરમાંથી આકાર લીધેલ હનુમાનજી ની પથ્થર મૂકી સ્થાપના કરેલ છે. આ વાવની અંદર જે ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થા નું કેન્દ્ર બિંદુ બનેલ છે એવા મા " આઈ શ્રી ખોડીયાર "" તેમની છો બેનડિયો સાથે સાક્ષાત્ બિરાજમાન છે જે એક જ નજરે ભક્તોને મનમોહિત કરી દે એવી મનમોહક મા ખોડીયાર મુરત રૂપે બરાબર મધ્યમાં બિરાજમાન છે.
લાખા વણઝારા દ્વારા નિર્માણ પામેલ આ વાવ માં ગણપતિ દાદા, માતાજી, જેવા અનેક દેવી દેવતાઓના સ્થાનક પણ છે.
આ વાવમાં દર વર્ષે દિવાળીના પવિત્ર પર્વ મા વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થાય છે તેમાં હાલના કેબિનેટ મંત્રી શ્રી અર્જુન સિંહ ચૌહાણ jio ધારાસભ્ય પણ રહી ચુકેલ છે તેઓ ધારાસભ્ય પણ ન હતા ત્યારે એટલે કે 2017 પહેલાથી આ માતાને ખૂબ જ માને છે અને તેઓ દર વર્ષે માતાજીની આરતી તેમજ દર્શનાર્થે દર વર્ષે હર હંમેશ જરૂરથી હાજરી આપે છે.
આમ આવા અનેક ચમત્કારો થી નામના મેળવેલ ઐતિહાસિક તેમજ ધાર્મિક એવી આ વાવના પથ્થરો ભૂકંપ દરમ્યાન થોડા આઘા પાછા થવાથી આ વાવ નું રીનોવેશન કરી, તને હાલ જર્જરિત આ વાવ ના નવનિર્માણ તેમજ રીનોવેશન માટે પુરાતન ખાતામાં પત્ર પણ લખેલ છે.
આ વાવમાંથી મળેલ પથ્થર ઉપર કોતરકામ થી લખેલું લખાણ છે તે ગામ લોકોની સમજણ બહાર છે જેથી કરીને હાલ તેને સુરક્ષિત રીતે ગામની પંચાયત માં મુકેલ છે અને તેને આવનાર સમયમાં પૂજા વિધિ સાથે ફરીથી સ્થાપિત કરવાની ગામલોકોની ઈચ્છા છે.
આમ અતિ પૌરાણિક તેમજ ધાર્મિક, અલૌકિક, પથ્થરોમાં કોતરકામ કરી અદભુત કલાકૃતિઓ થી સજ્જ જેવી અનેક વિશેષ તેમજ અદભુત સંસ્મરણો ને તાજા કરતી આ વાવ ના નવીનીકરણ માટે જો પુરાતન ખાતું, લાગતા વળગતા અધિકારી શ્રીઓ અને સરકારશ્રી આમાં મદદરૂપ થાય તો "" આઈશ્રી ખોડિયાર માતા ની વાવ"" ધાર્મિક તેમજ એક પર્યટક સ્થળ પણ બની શકે તેમ છે જેને લઇને મોદજ ગામ, તાલુકા, ગુજરાત ની સાથે સાથે દેશ -વિદેશ ના પર્યટકો તેમજ દર્શનાર્થીઓ આનો લાભ લઈ શકશે.