દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના કરકમળો દ્વારા આગામી તા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક ક્ષણના આપણે સહું સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે તે અવસરને વધાવવા માટે ધનરાજ કેલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના વોર્ડ નં 7ની 3 સરકારી શાળાઓના 850થી વધુ બાળકોને આરોગ્યપ્રદ ચીક્કીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ચીક્કી બાળકોના પોષણ માટે પણ ખૂબ લાભદાયક હોઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુપોષણ અભિયાનને પણ સમાજના છેવાડાના માનવી સુધી પ્રત્યક્ષરૂપે પહોંચાડવાનો નમ્ર પ્રયાસ ટ્રસ્ટના પ્રમુખ ધનરાજભાઈ કેલા (પૂર્વ ધારાસભ્ય) અને સેક્રેટરી નરેશભાઈ કેલા (પ્રદેશ ભાજપ સી. એ. સેલ ક્ધવીનર) તથા નિશાબેન કેલા (સદસ્ય, સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા) દ્વારા કરવામાં આવેલ. ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરની હાઉસિંગ બોર્ડમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 17 ખાતે સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્ય અને દંડક જગદીશભાઈ મકવાણા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી અને નાના નાના બાળકો વિદ્યાર્થીઓને ચીકીનું વિતરણ કરાયુ હતું.