કાલોલ તાલુકાના કણેટીયા સી આર ગેટ પાસે થી ઈમારતી લાકડા કાપીને ચાર ટ્રેક્ટર ભરી ને લઈ જતા ઈસમો ને મીડિયા ટીમ દ્વારા રોકી પુછપરછ કરતા ગણપતભાઈ નામના ઈસમે જણાવેલ કે તે પોતે નર્મદા નિગમ નો કર્મચારી બીટ ગાર્ડ છે અને લાકડા મુકાવવાની કોઈ જગ્યા નહિ હોવાથી આ કાપેલા લાકડા પોતાના ઘરે બાકરોલ મુકામે લઈ જઈ રહ્યા હોવાનું કહેલ. તેના ઉપરી અધિકારી ને કેવડીયા ખાતે ફોન કરતા અશોકભાઇ તડવી નામના અધિકારી એ બીટ ગાર્ડ નુ ઉપરાણુ લઈ જગ્યાના અભાવે બીટ ગાર્ડ ના ઘેર લાકડા મુકવ્યા હોવાનો રાગ આલાપ્યો હતો કર્મચારીએ જણાવેલ કે આ લાકડા ચોમાસા દરમિયાન પડી ગયેલ વૃક્ષો ના છે અને રસ્તા ઉપર પડેલા જેથી રસ્તો ખુલ્લો કરવા ટ્રેક્ટર ભરેલ છે જયારે લાકડા જોતા સ્પષ્ટ દેખાતુ હતુ કે તાજેતમાંજ કપાયેલા વૃક્ષો ના લાકડા છે વધુમાં ચોમાસુ વીત્યે બે માસ થઈ ચુક્યા છે.ત્યારે નર્મદા નિગમ ની મિલકતો ગેરવલ્લે કરવાનુ કોઈ સુનિયોજિત કાવતરુ ચાલી રહ્યું છે કે કેમ? વૃક્ષો ના ઈમારતી લાકડા કોની સુચના થી બીટ ગાર્ડ ના ઘેર મુકાવ્યા? સમગ્ર બાબતે નર્મદા નિગમ દ્વારા કોઇ કાર્યવાહી થશે ખરી.