સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાનાં સિંચનનો પાયો એટલે બાળપણ. બાળપણમાં જો યોગ્ય સંસ્કાર અને જ્ઞાનની પ્રાપ્તિ થાય તો તે બાળક મોટો થઇ વ્યક્તિગત વિકાસ કરી પોતાના કૂળ-પરિવાર-સમાજ તથા રાષ્ટ્રનું ગૌરવ વધારી માનવતા માટે આદર્શરૂપ બની જાય છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )  આવા જ ઉદેશ્યની પૂર્તિ માટે નાના બાળકોને ખેલ ખેલમાં સંસ્કાર તથા વાતો વાતોમાં જ્ઞાન આપવાના સરળ પ્રયોગરૂપે આપણા દાહોદની સેવાકિય સંસ્થા શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સામાજિક સેવાના નવિન પ્રકલ્પરૂપ શ્રી સંતકૃપા બાળ સંસ્કાર કેન્દ્રનું સ્થાપન કરે છે.

શુભારંભ: ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫, રવિવારે બપોરે ૩.૩૦ કલાકે

નાશુભ દીને શ્રી સંતકૃપા ભવન ખાતે રાખ્યું છે. જેમાં સૌ સુજ્ઞ નગરજનો બાળકો સહ સાદર આમંત્રિત છો.

બાળ સંસ્કાર કેન્દ્રની પ્રવૃત્તિઓ : :

* બાળકોની શારિરીક તથા માનસિક ક્ષમતાનો વિકાસ થાય તે પ્રકારની રમત ગમત.

* બાળકોની દિનચર્યા સુધારણાં કાર્યક્રમ.

* બાળકોને પૌષ્ટિક આહાર - વિહારની માહિતી આપવી.

* બાળકમાં સરલતા - નૈતિકતા - પ્રામાણિકતા જેવા સદ્ગુણોનો વિકાસ કરવા પ્રયત્નશીલ થવું.

* બાળકોને અંગ્રેજી શિક્ષણ સાથે હિન્દી-સંસ્કૃત ભાષાનું પ્રારંભિક જ્ઞાન આપવું.

* બાળકોને ધાર્મિક - સામાજીક - સેવાકીય સમજ આપવી.

* બાળકોને હવા, પાણી અને વૃક્ષોનું મહત્વ સમજાવી પર્યાવરણનું જતન કરવા પ્રેરણા આપવી.

* વ્યાયામ, વાંચન, લેખન, ચિત્રકારી, ક્રિએટીવિટી જેવી સર્જનાત્મકતાનો વિકાસ કરવો

* બાળકોની લાક્ષણિક યોગ્યતા શોધી તેમાં તે વિકાસ કરે તેવા પ્રયાશો કરવા.

* બાળકો બોલીચાલી - વર્તનમાં શિષ્ટાચાર અપનાવે તેવા પ્રયાશ કરવા.

* બાળકોને સહિયારા પ્રયાશ અને સંગઠનનું મહત્વ સમજાવવું.

* બાળકોની ગેરસમજ દૂર કરવા પ્રયત્ન કરવા.

* વડીલો અને બાળકો વચ્ચે નિર્ભિક સંવાદ કેળવવો.

બાળકની વય મર્યાદા: ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીના બાળકો માટે.

પ્રવેશ -નિઃશુલ્ક

દર રવિવારે બપોરે ૪ થી ૫ વાગ્યા સુધી, સ્થળ : શ્રી સંતકૃપા ભવન, નદી કીનારે, પડાવ, દાહોદ

દર રવિવારે સત્ર પૂરું થયા પછી બાળકોને હલ્કો પૌષ્ટિક નાશ્તો કરાવવામાં આવશે.

આ સંસ્કાર કેન્દ્રમાં પ્રવેશ નિઃશુલ્ક છે આથી સર્વે સુજ્ઞ નગરજનોને કરબદ્ધ પ્રાર્થના કે આપના બાળકોને આ સંસ્કાર કેન્દ્રમાં અવશ્ય મોકલશો.

રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો

-:: વધુ માહિતી માટે સંપર્ક સૂત્ર ::-

બાબુભાઇ પંચાલ - ૯૩૭૭૭૪૨૯૩૧ 

આનંદભાઈ પુરોહીત - ૯૪૨૭૬૫૯૧૯૧,

* મુન્નાભાઈ યાદવ - ૯૪૨૬૫૬૬૭૮૦

* કૃતાર્થભાઇ ભટ્ટ -૯૮૯૮૧૫૭૪૧૪ *

સુચિતાબેન ખંડેલવાલ - ૮૮૪૯૬૦૬૧૩૬

* ઓફિસ - (૦૨૬૭૩)૨૪૦૩૨૧

શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ, દાહોદ