ખાણ ખનીજના અધિકારી ની ગાડીમાં GPS લગાવવાને મામલે પોલીસે ડ્રાઇવરને ઝડપી પાડયો..

બનાસકાંઠામાં ખાણ ખનીજ ના અધિકારીની સરકારી ગાડી પર GPS લગાવવા મામલે ખાણ ખનીજ અધિકારી ના ડ્રાઇવર સુરેશ ચૌધરી ની એલસીબી પોલીસે અટકાયત કરી હતી, જે 11 માસના કરાર પર હતો. જેને આજે LCB એ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા છે..

બનાસકાંઠા માં ખાણ ખનીજના અધિકારીની સરકારી ગાડી પર GPS લગાવવા મામલે એલસીબી પોલીસને એક બાદ એક તાર મળી રહ્યા છે, જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન માંથી તપાસ સીધી LCB પીએસઆઈ M K ઝાલા અને તેમની ટીમને સોંપવામાં આવી હતી..

LCB પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા હતા, અને ત્રણેય આરોપીઓને પોલીસે 26 ડિસેમ્બરના પાલનપુર કોર્ટમાં રજૂ કર્યા હતા, કોર્ટે આરોપીઓ ના ત્રણ દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન ખાણ ખનીજ અધિકારીના ડ્રાઇવર સુરેશ ચૌધરી નું નામ સામે આવતાં ગઇકાલે તેની અટકાયત કરી હતી અને વધુ વધુ GPS ઝડપ્યા હતા, સુરેશ ચૌધરી 11 માસના કરાર પર હતો. જેને આજે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એના ત્રણ દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા છે..