કાલોલ તાલુકાના વેજલપુર ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વેજલપુર તળાવ ઉપર મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત યોજના હેઠળ નાળાનું કામ ચાલી રહ્યું છે ત્યારે તે નાળાના પાણીના ભૂંગળા(પાઇપો) ક્રોસ નાંખવાના બદલે સીધી નાખવામાં આવી હતી ત્યારે આ તળાવમાં પાણીના સંગ્રહ માટેનો એકજ સ્તોત્ર છે કાંસ મારફતે આ પાણી તળાવમાં આવતું હોય છે ત્યારે આ નાળાના કામમાં વેઠ ઉતારતા હોઇ અને જે રીતના નાળાનું કામ કરવાનું હોય તે મુજબ કામ સ્થળ ઉપર ન થતા અને પાઇપો નીચે જે સિમેન્ટ કોક્રેટ કરવાનું હોય તે પણ કરેલ નથી તેમજ પાઇપોના સાંધા પણ ભરેલ નોહતા અને નાળાની સાઇડ માં ભરેલ બીમ પણ પોલમ પોલ જોવા મળ્યો હતો અને કપચી પણ બહાર સ્પષ્ટ દેખાય રહી હતી અને નાળાનું કામ કોન્ટ્રાક્ટરની ગેરહાજરીમાં મજૂરો દ્વારા થઈ રહ્યું હતું ત્યારે એક જાગૃત નાગરિકદ્વારા કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાત ચિત કરી હતી અને નાળા કામ અંગે પૂછતા અને તમો સ્થળ ઉપર હાજર કેમ રેહેતા નથી તેવું પૂછતા તેમને જણાવ્યું હતું કે મારે અન્ય બીજા પણ કામો ચાલુ હોય તો અમો સ્થળ ઉપર હાજર નથી રહી શકતા પણ હું મારા કામ કરનારા મજૂરોને બધું બતાવીને જવશું તેવો ઉડાઉ જવાબ આપીને પોતાનો લુલો બચાવ કર્યો હતો ત્યારે આ નાળાના કામમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગ્રામજનોને ગંધ આવતા હાલ પૂરતું કામ બન્ધ કરાવીને વેજલપુર ગ્રામના જાગૃત નાગરિકો દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી હવે જોવું રહ્યું કે સ્થળ ઉપર ચાલતા નાળાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હાજર નહિ રહીને ગુલલી મારતા આ કોન્ટ્રાક્ટર ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરશે તે હવે જોવું રહ્યું..