ડીસા તાલુકાના નવી ભીલડી ગામે જયંતીભાઈ ગણેશભાઈ લિમ્બાચિયા નું મકાનમા પુરાણ થતા જમીન થી રોડ લેવલથી નીચું જતું રહ્યું હતું અને ચોમાસા દરમિયાન ઘરમાં પાણી ઘુસી જતું હતુ જેને લઇને ભારે તકલીફ નો સામનો કરવો પડતો હતો. ત્યારે આધુનિક જમાનામા કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે ગુરુદેવ કન્ટ્રક્શન નો કોન્ટેક્ટ કરતા ગુરુદેવ કન્ટ્રક્શન દ્વારા નવી ટેકનોલોજી જેક દ્વારા મકાન જમીન થી ચાર ફૂટ ઊંચકવામાં આવ્યું હતું જેમાં ઘર સહી સલામત હતું પોતાનો ખર્ચની બચત પણ થઇ હતી મુકેશભાઈ નાયી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી આ સિદ્ધિને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતભરમાં 4500 કરતાં પણ વધુ મકાનો જમીનથી ઉચકવામાં આવ્યા છે અને અમે વધુ માં વધુ 11.50 ફૂટ મકાન જમીન થી ઊંચું કરી આપીએ છીએ.આ સિસ્ટમ ભીલડીમાં પ્રથમવાર આવતા તેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકો માં આનંદ જોવા મળ્યો હતો જેમા મકાન માલિકે જણાવ્યું હતું કે ઓછા ખર્ચે મકાન ઉંચા લેવલે થયું છે જેમા મકાન તેમજ આજુબાજુમા પણ કોઇ પણ જાતનું નુકશાન થયું નથી...