મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ પાંટા પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન અને પ્રાચીન ભારતની શોધ એવા પવિત્ર છોડ તુલસી મનુષ્યના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ઔષધી છે ,અને પર્યાવરણની દૃષ્ટિએ વાતાવરણને પવિત્ર કરનાર દિવ્ય વનસ્પતિ છે .તેમજ ભારતીય સંસ્કૃતિ પરંપરા માં ઘરની શોભા છે, આથી બાળકો અને વાલીઓ તુલસીના ઉત્તમ ગુણો વિશે જાણે તેમજ તેના ઉપયોગથી સ્વાસ્થ્યનું રક્ષણ ,પર્યાવરણ સુરક્ષા અને સાંસ્કૃતિક પરંપરા ને જાળવણીના લાભો પ્રાપ્ત કરવા જાગૃત બને, તે હેતુસર આજ રોજ પાંટા પ્રાથમિક શાળામાં શાળાના તમામ શિક્ષકગણ તેમજ બાળકો સાથે તુલસી પૂજન કરવામાં આવ્યું...