અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર, તત્વાવધાન માં યુવા સંગઠન ગુજરાત સ્વાસ્થ્ય આંદોલન અંતર્ગત શેઠ વી.સી. મહેતા વિદ્યાલય - દેરોલ (વાઘેલા) તા. ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠા માં ગીતા જયંતી નિમિત્તે વ્યસમુક્તિ કાર્યક્રમ ગાયત્રી પરિવાર ના યુવા સંગઠન ના તાલુકા સંયોજક પ્રદીપ ઋષિ અને યોગેશભાઈ રાવલ દ્વારા તા.૨૩/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યોજવામાં આવ્યો. સન ૨૦૦૦ માં દેશ જગત ગુરુ બનવાનો હતો ત્યારે વ્યસન નું એક સડ યંત્ર બનાવવામાં આવ્યું જેમાં યુવા પેઢી ને ફસાવવા માં આવે છે સ્ટેટસ ના નામે આધુનિકતા ના નામે સિનેમા અને સોશ્યલ મીડિયા ના માધ્યમ દ્વારા દેશ ના યુવાનો તેમાં ફસાઈ રહ્યા છે. શાળા ના વિદ્યાર્થીઓને પ્રેજેંટેશન એવ વિડીયો ના માધ્યમ થી વ્યસન શું છે ? યુવાનો અને યુવતિઓ બાળકો તેમાં કેવી રીતે ફસાઈ જાય છે ? વ્યસન થી કેવી રીતે બચી શકાય ? વ્યસન થી બચાવી સૃજન માં કેવી રીતે લગાવી શકાય ? આ બધી જ બાબતો ને વિસ્તાર થી સમજાવવા માં આવી વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા વ્યસન થી દૂર રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો. વ્યસમુક્તિ સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું . વિદ્યાલય ના આચાર્ય અને શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ નો ખૂબ જ સાથ સહકાર મળ્યો .