કાલોલ આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા તાલુકા પંચાયત ખાતે પોષણ માસની ઉજવણી કરાઇ 

તારીખ ૨૬/૯/૨૦૨૩

ગુજરાત રાજ્ય આઈ.સી.ડી.એસ. વિભાગ તથા શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી પોષણ માસ અંતર્ગત સ્વસ્થ બાળક સ્પર્ધા “પોષણ ભી પડાઈ ભી બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસનું મહત્વ, એનીમિયા અંગે લોક જાગૃતિ, મારી માટી મારો દેશ, સામાન્ય સંવેદનાત્મક પ્રવૃતિઓ, સગર્ભા, ધાત્રી, કિશોરી અને બાળકોના પોષણ સ્તરમાં સુધારો, સ્તનપાનની સાચી રીત છ માસ સુધી ફ્ક્ત સ્તનપાન અને સાત માસથી બે વર્ષનું બાળક થાય ત્યારે સ્તનપાન સાથે ઉપરી આહારની સમજ, સગર્ભા, ધાત્રી માતાઓ અને બે વર્ષ સુધીના બાળકોની ગૃહ મુલાકાત કરવામાં આવી રહી છે. આમ, માતા અને બાળકોના સ્વાસ્થયને લગતી દરેક બાબતોને આવરી લેતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના સ્થવારે કાલોલ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ અભિયાનની ઉજવણીના ભાગરૂપે આજરોજ કાલોલ તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા કાલોલ ઘટક-એક ના ડેરોલ ગામ સેજાની ૨૬ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ માસની ઉજવણી "સહિ પોષણ દેશ રોશન" ધ્યેયને ચરીતાર્થ કરવા સપ્ટેમ્બર માસ“પોષણ માસ-૨૦૨૩”અંતર્ગત કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતેના આઈ.સી.ડી.એસ. શાખામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આઇ.સી.ડી.એસ શાખાના અધિકારી કાલોલ ઘટક-એક ના ઇન્ચાર્જ સીડીપીઓ જ્યોતિ પી. વાઘાણી તથા આઇ.સી.ડી.એસ શાખાના કર્મચારી ભારતસિંહ બારીયા સહિત ડેરોલ ગામ સેજાની ૨૬ આંગણવાડી કાર્યકર બહેનો કાલોલ તાલુકા પંચાયત ખાતે પોષણ માસની ઉજવણીમાં જોડાયા હતા.