મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી અંતર્ગત  દર વર્ષે ૨૨મી ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં અને ૨૨ મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ અંતર્ગત મેથ્સ સાયન્સ ક્લબ કુમારશાળા હાલોલ દ્વારા  રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કુમાર શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમાર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસનું મહત્વ તેમજ શ્રીનિવાસ રામાનુજનની જીવન યાત્રા,તેમણે કરેલા સંશોધનો તેમના જીવન પ્રસંગો સહિતની વિવિધ મહત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપી માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં શાળા ખાતે બપોર પછીના સેશનમાં ધોરણ ૬ થી  ૮ ના વિધાર્થીઓને ભવિષ્યમા ખૂબજ ઉપયોગી એવા કોડિંગ વિશે ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ દ્વારા  માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે કવેસ્ટ અલાયન્સ અને એસ.એસ.એ.ના કોલોબરેશનથી એસ.ઓ.ઈ. શાળાઓના બાળકોને આવનાર સમયમાં સરકારી શાળાઓના બાળકો પણ કોડિંગ શીખી શકે તે માટે એક કાર્યક્રમ શરુ કરવામાં આવેલ છે જે સમયાંતરે તમામ એસ.ઓ.ઈ.શાળામા લાગુ પાડવામાં આવશે તેવી માહિતી મળવા પામી છે