પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ ગોધરા નાઓ એ અત્રેના જીલ્લામાં ગૌવંશના ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી તેમજ કતલ કરવાની પ્રવૃતીઓ નેસ્તનાબુદ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ નાઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશન પો.સ.ઈ. એસ.એલ.કામોળ નાઓએ પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી ખાનગી રાહે બાતમી હકીકત મેળવેલ કે

વેજલપુર નાના મહોલ્લા રહેમાનીયા મસ્જીદ પાસે કેટલાક ઈસમો ભેગા મળી બે અલગ અલગ રહેણાંક મકાનોમાં ગૌવંશ લાવી કતલ કરે છે અને ચોરી છુપી થી છુટક ગૌ માસ વેચાણ કરે છે જે બાતમી આધારે વેજલપુર તેમજ કાલોલ પોલીસ સ્ટેશનના માણસો સાથે રાખી બે અલગ અલગ ટીમો બનાવી ટીમોને બાતમી હકીકતથી વાકેફ કરી કામગીરી બાબતે સમજ આપી એક સાથે બે રહેણાંક મકાનોમાં રેઈડ કરતા બન્ને જગ્યાએથી રંગે હાથે ગૌવંશનુ કતલ કરી ગૌમાંસને સગે વગે કરતા કુલ-૦૭ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે જેમાં કુલ ૮૦૫ કિ.ગ્રા ગૌમાંસ કિ.રૂ.૧,૬૧,૦૦૦/- નુ મળી આવેલ તેમજ ગૌવંશ કતલ કરવાના તેમજ ગૌમાંસ ભરવાના સાધન સામગ્રી તેમજ મોટર સાયકલો તથા મોબાઈલ ફોનો મળી કુલ કિ.રૂ.૩,૪૯,૬૨૫ /- નો મુદ્દામાલ કબ્જે કરી તેમજ એક ગૌવંશને કતલ થતા બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવેલ પકડાયેલ આરોપીઓ તેમજ નાસી જનાર તેમજ હાજર નહી મળી આવેલ તમામ આરોપીઓ વિરુધ્ધમાં વેજલપુર પો.સ્ટે. (૧) વેજલપુર પો.સ્ટે. પાર્ટ “બી” નં.૧૧૨૦૭૦૭૬૨૪૦૦૫૦/૨૦૨૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ -૨૦૧૧ ના સુધારાની ૨૦૧૭ ની કલમ ૮(૨),૮(૪),૧૦ તથા ઈ.પી.કો.ક.૪૨૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯ મુજબ (૨) વેજલપુર પો.સ્ટે. પાર્ટ "બી" નં.૧૧૨૦૭૦૭૬૨૪૦૦૫૧/૨૦૨૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ -૨૦૧૧ ના સુધારાની ૨૦૧૭ ની કલમ ૮(૨), ૮(૪),૧૦ તથા ધી પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧),(૩) તથા ઈ.પી.કો.ક.૪૨૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯ મુજબના બે અલગ અલગ ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ--

ફારૂક કાદીર જમાલ ઉર્ફે ગુલઝાર રહે.વેજલપુર નાના મોહલ્લા સલીમ યુસુફ જમાલ ઉર્ફે ટેલર રહે.વેજલપુર નાના મોહલ્લા અબ્દુલ મજીદ ઈબ્રાહીમ પાડવા રહે વેજલપુર મોટા મોહલ્લા સાદીક સઈદ જમાલ રહે.વેજલપુર ઉર્દુ સ્કુલની પાછળ તસ્લીમ ફારૂક જમાલ રહે. વેજલપુર નાના મોહલ્લા તા.કાલોલ

નહી પકડાયેલ આરોપીઓ

તાહેરા ફારૂક કાદીર જમાલ ઉર્ફે તાયરી રહે.વેજલપુર નાના મોહલ્લા

શાબેરા સલીમ યુસુફ જમાલની પત્નિ રહે.વેજલપુર નાના

મોહલ્લા રહીમા અબ્દુલ રહીમ ભોળા રહે.ઘુસર રોડ વેજલપુર

તા.કાલોલ

તાહીર અબ્દુલ રહીમ ભોળા ઉર્ફે ઈસુબભાઈ રહે.ઘુસર રોડ વેજલપુર ઈમરાન ઉર્ફે તૈમુર મોહમદ જમાલ રહે. વેજલપુર તા.કાલોલ

પકડાયેલ આરોપીઓ:-

અલ્લારખા ઉર્ફે બબલુ અબ્દુલ સત્તાર પઠાણ રહે.વેજલપુર

નાના મોહલ્લા

સુલેમાન ઈસ્માઈલ સાજી રહે. વેજલપુર નાના મોહલ્લા

નહી પકડાયેલ આરોપીઓ:

કરીમ ઈસ્માઈલ સાજી રહે.વેજલપુર નાના મોહલ્લા આતીસ કરીમ સાજી રહે, વેજલપુર નાના મોહલ્લા આબેદા કરીમ સાજી રહે. વેજલપુર નાના મોહલ્લા તાહીર અબ્દુલ રહીમ ભોળા ઉર્ફે ઈસુબભાઈ રહે. વેજલપુર તા.કાલોલ

ઈમરાન ઉર્ફે તૈમુર મોહમદ જમાલ રહે. વેજલપુર તા.કાલોલ