વડોદરા શહેરના જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. રોડ પરથી પસાર થતી લાઈનમાં અચાનક ભંગાણ થતાં પાણીનો ફુવારો ઉડયો હતો. પાણીની ફુવારો આશરે ૩૦ ફુટ જેટલો ઉંચો ઉડતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું. મુખ્ય માર્ગ પર પાણી લીકેજ થતાં ટ્રાફિક પણ ખોરવાયો હતો. પાલિકાના પાણી પુરવઠા વિભાગ ને જાણ થતાં સ્ટાફના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી લીકેજ નું સમારકામ કર્યું હતું. આ સમગ્ર બનાવ અંગે પાણી પુરવઠા વિભાગના વડા અમૃત મકવાણા એ જણાવ્યું હતું કે લીકેજ કેવી રીતે થયું એની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. આધારભૂત માહિતી મુજબ ખાનગી કંપનીના કેબલ નાખવાની કામગીરી દરમ્યાન લીકેજ થયું હતું.