ડીસામાં વ્યાજખોરના કારણે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. માલગઢના ખેડૂતે પોતાની જમીનના પૈસાની લેવર-દેવડના મામલે વ્યાજ સાથે વધુ નાણાં ચૂકવા છતાં જમીન પરત નહિ મળતા આખરે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જે મામલે ડીસા તાલુકા પોલીસે વ્યાજખોર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા તાલુકાના વડાવળ ખાતે રહેતા ખેડૂત પુત્ર વસંત શંકરલાલ માળીએ વર્ષ 2019 માં ફાયનાન્સની પેઢી ચલાવતા મુકુંદ મહેતા નામના શખ્સને ખેડૂત બનવા માટે પોતાની ચાર વીઘા જમીન આપી હતી. જેની સામે મુકુંદ મહેતા પાસેથી ખેડૂત પુત્રએ 3.21 લાખ લીધા હતા. જોકે, જમીન પરત લેવા માટે 15 ટકા વ્યાજ સાથે 50 લાખ જેટલી માતબર રકમ ચૂકવા છતાં જમીન પરત નહીં મળતા માનસિક રીતે કંટાળી ગયો હતો.
છેલ્લા બે મહિનાથી કંટાળીને ફરતા ખેડૂતે આખરે બનાસ નદી પાસે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેના પરિવારજનો ને જાણ થતાં તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઝેરી દવાની અસર વધુ હોવાથી અસરગ્રસ્ત ખેડૂતને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરતા પહેલા પીડિત ખેડૂતે સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં મુકુંદ મહેતા પાસેથી કેટલા પૈસા ક્યારે દીધા, કેટલા વ્યાજ સાથે ચૂકવ્યા તેનો પણ ઉલ્લેખ કર્યો છે.
અસરગ્રસ્ત ખેડુત અત્યારે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે સારવાર લઈ રહ્યો છે. જે મામલે પીડિતના ભાઈ લક્ષ્મીચંદ માળીએ ડીસા તાલુકા પોલીસ મથકમાં આપઘાત માટે મજબૂર કરનાર શખ્સ સામે ફરિયાદ નોધાવતા પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુકુંદ મહેતા પર અગાઉ પણ વ્યાજખોરી મામલે ફરિયાદ થઈ હતી. જેમાં ડીસામાં રહેતી એક શિક્ષિકાને વ્યાજે આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા ફરિયાદ નોંધાઈ થઈ હતી.