થર્ટી ફર્સ્ટને લઇ બનાસકાંઠા પોલીસ એલર્ટ જોવા મળી રહ્યી છે. જેમાં અમીરગઢ-રાજસ્થાન બોર્ડર પર પોલીસ સઘન ચેકીંગ કરી રહી છે. રાજસ્થાનથી આવતાં નાના-મોટા વાહનોને તપાસી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
તા. 31 ડિસેમ્બરને લઇ ગુજરાતનું યુવાધન ઉજવણી કરવા થનગની રહ્યું છે. જેમાં પોલીસ પણ તા. 31 ડિસેમ્બરને લઇ એલર્ટ મોડમાં છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના તમામ બોર્ડરની ચેકપોસ્ટ ઉપર પોલીસે સઘન ચેકીંગ હાથ ધરી છે. અમીરગઢ ચેકપોસ્ટ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. ત્યારે રાજસ્થાન તરફથી આવતાં વાહનોની પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ કેમેરાથી પણ ચાંપતી નજર રાખી રહી છે. રાજસ્થાન તરફથી આવતાં લોકોને બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે.