ડીસામાં બનાસકાંઠા ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા નારાયણ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં નારી શક્તિની પ્રગતિમાં અવરોધ બનતી સમસ્યાઓના ઉકેલ માટે ચર્ચા કરી અલગ અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમાજ સેવા કરનાર મહિલાઓનું સન્માન કરી પ્રોત્સાહન પૂરું પડાયું હતું.

વર્તમાન સમયમાં મહિલા વર્ગમાં જાગૃતિનો સંચાર થઈ રહ્યો છે. આજે સમાજ જીવનમાં અનેક ક્ષેત્રોમાં નારી શક્તિ નેતૃત્વ કરી રાષ્ટ્રની આધારભૂત શક્તિ બની રહી છે. જે ખૂબ જ સકારાત્મક બાબત છે, પરંતુ સામે અનેક સમસ્યાઓ અને પડકારો પણ છે. જેવી કે પરિવાર વિચ્છેદ, સ્વચ્છતા, ચારિત્ર અધઃપતં, લવ જેહાદ, ધર્માંતરણ વગેરે જેવી સમસ્યાઓ નારી શક્તિની પ્રગતિમાં અવરોધ બની રહે છે. ત્યારે આ સમસ્યાઓના ઉકેલ માટે વિચાર કરવાના ઉદ્દેશથી નારાયણની સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીસાની મહારાણા પ્રતાપ હાઇસ્કુલ ખાતે સવારે નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અલગ અલગ સેશનમાં નારાયણી સંમેલન યોજાયું હતું. જેમાં પ્રથમ ઉદ્ઘાટન બાદ ભારતીય ચિંતનમાં મહિલા, ત્યાર બાદ સ્થાનિક મહિલાઓની સ્થિતિ તેના પ્રશ્નો અને નિરાકરણ, ત્યાર બાદ ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અંગે ચર્ચા થઈ હતી.