પાટડી તાલુકાના અખિયાણા ગામે જુગાર રમતા સાત શખ્સોને બજાણા પોલીસે રોકડા રૂા.૧૧,૭૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.અખિયાણા ગામે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે બજાણા પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા ગૌરીશંકર પાર્વતીશંકર જાની, હાજીખાન કરીમખાન મલેક, સરદારખાન કરીમખાન મલેક, ઇનુશખાન કરીમખાન મલેક, એલમખાન અમીરખાન મલેક, મનસુખભાઇ બળદેવભાઇ મોટકા અને હુશેનખાન લખાજી મલેકને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧૧,૭૫૦ તથા જુગાર રમવાનું સાહિત્ય ઝડપી લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે પોલીસે સાત જુગારીઓને ઝડપી લીધા હતાં છતાં મોબાઇલ કે વાહન સહીતનો મુદ્દામાલ કબજે ના કરવામાં આવતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.