બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર બિન અધિકૃત રીતે સોનાના ઘરેણાં સાથે બે ઈસમો ગુજરાતમાં પ્રવેશે તે પહેલા રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં 3577.510 ગ્રામ સોનાના દાગીના કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાની ગુજરાત રાજસ્થાનની

સરહદ ધરાવતી અતિશવેદનશીલ ચેકપોસ્ટ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટના રસ્તેથી કોઈ ગુનાહિત પ્રકરણ ન થાય તે માટે રાજસ્થાનના આબુરોડ રીક્કો પોલીસ ચેકપોસ્ટ પર સતત કાર્યશીલ રહી દરેક વાહનોની બારીકાઇથી તપાસ કરવામાં આવે છે.

આ રીતે પોલીસની રૂટિન ચેકીંગમાં રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાતમાં પ્રવેશવા જતી એક મહારાષ્ટ્ર પાસિંગની કાર પર શંકા જતા બોર્ડર પર પોલીસે તેને રોકીને તપાસ કરતાં કારમાં ત્રણ ચોર ખાના બનાવવામાં આવ્યા હતા. જેમાંથી સોનાના દાગીના ભરેલા હતા. પોલીસે દાગીનાના બિલ માંગતા કાર ચાલક પાસે કોઈપણ પ્રકારના બીલો ન હતા. આથી સોનાના દાગીના સાથે કારમાં સવાર બે ઈસમોની અટકાયત કરી તેઓની વધુ તપાસ કરીને જી.એસ.ટી વિભાગને જાણ કરી હતી.

જી.એસ.ટી.ના અધિકારી ચેકપોસ્ટ પર આવ્યા હતા અને પકડાયેલા સોનાનું વજન કરતા 3577.510 ગ્રામ નીકળ્યું હતું. જેની કિંમત આસરે સવા બે કરોડ આંકવામાં આવી હતી. કોઈપણ બિલ વિના સોનુ લઇ જવા માટે ધારા 207 એમવી એક્ટ હેઠળ

રાજસ્થાન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે