લીંબડી શહેરના ઉંટડીના પુલ નજીક નગરપાલિકાનો પાણીનો ટાંકો લઈ જતા ચાલકે ટ્રેકટરના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટ્રેક્ટર પાછળ બાંધેલ ટાંકો ગલોટ્યું ખાઈ ગયો હતો. અકસ્માતની 5 સેકન્ડ પહેલાં ટ્રેક્ટર નજીકથી 8થી 10 જેટલા મજૂર ભરીને છકડો રિક્ષા પસાર થઈ હતી. 5 સેકન્ડના ફેરે મોટી દુર્ઘટના ટળી હતી. આ જોઈ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓનો જીવ તાળવે ચોટી ગયા હતા.