સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થયો છે.જે અંતર્ગત આજ રોજ ચોટીલા તાલુકાના મઘરીખડા ગામ ખાતે બપોરે 2:00 કલાકે કાર્યક્રમ યોજાયો હતો. નોંધનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત વિકાસ યાત્રા રથ નંબર-5નું બાળાઓએ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન સરકારની યોજના લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 23 લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય કાર્ડ આપવામાં આવ્યા હતા. ઉપરાંત બી પી. તપાસ -12, ડાયાબિટીસ તપાસ-14,ટી.બી તપાસ-4 તેમજ અન્ય 45 ઓપીડી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોએ આરોગ્ય ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો તેમજ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.