ચાણસ્મા તાલુકા ના રૂપપુર ગામે અપાર ગંદકી અને મહા બીમારી થવાનો ભય
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે અસહ્ય ગંદકી અને વરસાદી પાણી ભરાયેલા જોવા નજરે પડે છે
સરકાર દ્વારા મોટી મોટી ગ્રાન્ટો આપીને ગામમાં તમામ રસ્તા બનાવવાના હોય છે
પરંતુ આ ગામમાં આવેલ રાવળવાસ વિસ્તારને શા માટે આ સુવિધા આપવામાં આવતી નથી એ ખબર પડતી નથી ?
શું આ વિસ્તારને શા માટે ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે?
આ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ ગામના સરપંચ કે તલાટીએ કોઈ કાર્યવાહી કરી નથી અને આ વિસ્તારના રહીશોને વરસાદી પાણી અને ગંદકીમાં થી જ બહાર નીકળવું પડે છે શાળાએ જતાં બાળકો આવા ગંદા પાણીમાં થી ચાલીને જતા જોવા નજરે પડે છે
આ બાબતે ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરીને આ વિસ્તારમાંથી ગંદકી દૂર થાય અને પાણી ના ભરાય એનો કાયમ માટે નો નિકાલ લાવી આપવા માટે ગામ ના રહીશોની માગણી છે.