ગોવર્ધન પૂજા દર વર્ષે દિવાળીના બીજા દિવસે કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્વ છે. ગોવર્ધન પૂજાને અન્ન કૂટનો તહેવાર પણ કહેવામાં આવે છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) આ તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં તેની ભવ્યતા ખાસ કરીને મથુરા, વૃંદાવન, નંદગાંવ, ગોકુલ, બરસાનામાં વધુ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ સ્વયં ગોકુલના લોકોને ગોવર્ધનની પૂજા કરવાની પ્રેરણા આપી હતી અને દેવરાજ ઈન્દ્રના અહંકારનો નાશ કર્યો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
એક વખત ગામ લોકોને ઈંદ્ર દેવની પૂજા કરતા જોઈને ભગવાન શ્રીકૃષ્ણએ તેનું કારણ પૂછ્યું. ત્યારે ગામ લોકોએ બતાવ્યું કે, ઈંદ્ર દેવ વરસાદ વરસાવે છે, જેનાથી અન્ન પેદા થાય છે અને અમારું ભરણ પોષણ થાય છે. ગામ લોકોને આમ કરતાં જોઈ શ્રીકૃષ્ણએ કહ્યું, ઈંદ્ર દેવથી વધારે શક્તિશાળી આપણો ગોવર્ધન પર્વત છે. તેના કારણે વરસાદ થાય છે અને આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. શ્રીકૃષ્ણની વાત સાંભળી ગ્રામજનો ગોવર્ધનની પૂજા કરવા લાગ્યા. ગામ લોકોની પર્વત પૂજા જોઈને ઈંદ્ર દેવ કોપાયમાન થયા અને મૂશળધાર વરસાદ વરસાવ્યો. ઈંદ્રના પ્રકોપથી ડરીને લોકો શ્રીકૃષ્ણના શરણમાં આવ્યા. તે સમયે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર ઉંચકીને સાત દિવસ સુધી ધારણ કરીને ગોકુલવાસીઓની રક્ષા કરી. શ્રીકૃષ્ણની લીલા જોઈને ઈંદ્રદેવ પણ આશ્ચર્ય ચકિત રહી ગયા. જે બાદ આવીને તેમણે શ્રીકૃષ્ણની ક્ષમા માંગી, તે સમયથી આ તહેવાર દર વર્ષે દિવાળીના પછીના દિવસે મનાવવામાં આવે છે. દાહોદ ચંદન ચાલ માં રહેતા મિશ્રા પરિવાર દ્વારા દરવર્ષે ની જેમ આ વર્ષે પણ ગોવર્ધન પૂજા રિત રિવાજ મુજબ ખુબજ ઉત્સાહ ની સાથે કરી હતી