હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ દ્વારા આજરોજ હાલોલ ફાયર સ્ટેશન ખાતે હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળી પર્વની ઉજવણી ભારે ઉલ્લાસ પૂર્વક રંગેચંગે કરવામાં આવી હતી જેમાં દિવાળીની ઉજવણી અંતર્ગત ફાયર ફાઇટરના મોઈન શેખ તેમજ કર્મચારીઓ દ્વારા સરસ મજાની કલરફુલ રંગોળીની ડિઝાઇન બનાવી સૂચક ચિન્હો રંગોળીમાં સૂચિત કરવામાં આવ્યા હતા તેમજ એકબીજાને તેમજ સમગ્ર નગરવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ દ્વારા દિવાળીની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ફાયર ફાઈટરની ટીમના મોઈન શેખ,જયેશ કોટવાળ,વાય.કે. પટેલ સહિતના તમામ  સ્ટાફે હાજરી આપી સમગ્ર હાલોલ નગરને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.