અમરેલી એસ.ઓ.જી.ટીમ દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હોય તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, દામનગર ટાઉનમાં ઉન્ડપા શેરીમાં રહેતા ગૌરાંગભાઇ વિનોદભાઇ ઠાકરનાં કબ્જા ભોગવટાનાં મકાનમા શંકાસ્પદ હાલતમાં નશાકારક કેફીપીણુ રાખી તેનું વેચાણ કરેછે.

જે હકિકત આધારે એસ.ઓ.જી.ટીમ દ્રારા મળેલ બાતમી હકીકત વાળા મકાનમાં રેઇડ કરવામાં આવતા રેઇડ દરમિયાન એક ઇસમને નશાકારક કેફી પીણાની બોટલો સાથે પકડી પાડી, મળી આવેલ નશાયુકત બોટલોમાંથી એફ.એસ.એલ. તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાઓની તપાસણી અર્થે સેમ્પલ તરીકે લઇ, તમામ બોટલો શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી, પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા માટે દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ ઇસમની વિગતઃ-

ગૌરાંગભાઇ વિનોદભાઇ ઠાકર ઉ.વ.૩૫ ધંધો-મેડીકલ ઓનર રહે.દામનગર ઉન્ડપા શેરી યોગી રો-હાઉસ મકાન નંબર-૧૦૧ તા.લાઠી, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ -

(૧) Aqua- Lime 100 ml Manufactured By Azad MKTG & MFG, PVT. LTD. Ahemdabad-40 બનાવટની Alcohol contain- 72 % to 78 % V/V Denatured with 1 % Diethylphthalate લખેલ કુલ પેટી-૦૧ માં કુલ બોટલ નંગ-૧૦૫ જેની એક બોટલની કિ.રૂા.૬૦/- લેખે કુલ કિ.રૂ|.૬૩૦૦/-

(૨) Eau De Cologne, 100 ML, Manufactured By, Jayant Chemicals Works Pvt.Ltd, station road, Vartej-364060 (Gujarat), Mfg Lit No.GC/12 Batch No.-217, Mfg Date July 2023 બનાવટની Alcohol content -52 to 58 % Causion Containing: 1 % Dlethylphthalate લખેલ કુલ પેટી-૦૧ માં કુલ બોટલ નંગ-૮૭ જેની એક બોટલની કિ.રૂા.૪૭/- લેખે કુલ કિ.રૂ।.૪૦૮૯/-

(૩) Aqua- Lavander, 100 ML, Manufactured By, Azid MKTG & MFG. PVT.LTD. Ahemdabad-40 બનાવટની Alcohol contain- 72 % to 78 % V/V Denatured with 1 % Diethylphthalate લખેલ કુલ પેટી-૦૧ માં કુલ બોટલ નંગ-૧૦૩ જેની એક બોટલની કિ.રૂા.૭૦/- લેખે કુલ કિ.રૂા.૭૨૧૦/-

(૪) હોમિયોપેથિક ડાઇલ્યુશન, ડ્રોસેરા 200, 100 મિલી, બ્રિજવાસી ટ્રેડર્સ, બી.એન.ભાર્ગવ માર્કેટ દ્વારા ઉત્પાદિત,Lucknow ની બનાવટની Alcohol contains 90% Dosage As Directed by The Physician લખેલ કુલ પેટી -૦૧ માં કુલ બોટલ નંગ-૧૩૦ જેની એક બોટલની કિ.રૂા.૧૨૦/- લેખે કુલ કિ.રૂા.૧૫,૬૦૦/-

(૫) Eau De Lime, Mfg Lic No.GC/12, 100 ML Manufactured By, Jayant Chemical Works PVT. LTD. station road, Vartej-364060 (Gujarat), બનાવટની Ethyl Alcohol content- 80 % to 85 % caution containing 1 % Diethylphthalate લખેલ કુલ પેટી -૦૧ માં કુલ બોટલ નંગ-૧૦૦ જેની એક બોટલની કિ.રૂા.પ૦/- લેખે કુલ કિ.રૂા.૫૦૦૦/- મળી કુલ કિ.રૂા.૩૮,૧૯૯/-નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા કે.ડી.હડીયા તથા એસ.ઓ.જી.ટીમ ના એ.એસ.આઇ. રફીકભાઇ રાઠોડ તથા યુવરાજસિંહ સરવૈયા, તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, સ્વાગતભાઇ કુવરીયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.