પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મિલ્કતો સબંધી ગુનોઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેકટ કરવા જરૂરી સુચના નાઓ આપેલ હોય જે મુજબ ગતરોજ પો.સ.ઈ. એસ.એલ. કામોળ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા ઘુસર રોડ તરફ જતા સામેથી એક ઈસમ નંબર વગરની મોટર સાયકલ લઈ આવતો હોય જે સરકારી વાહન જોઈ પોતાના કબ્જાની મોટર સાયકલ રોડની સાઈડમા ફેંકી નાસવા લાગેલ જેથી તેનો પીછો કરી સ્ટાફના માણસોએ તેને પકડી પાડલે અને મળી આવેલ મોટર સાયકલ બાબતે પુછતા આજથી એકાદ મહિના પહેલા વેજલપુર કે.કે. હાઈસ્કૂલના ગેટ પાસેથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવતો હોય જે મોટર સાયકલ નંબર પ્લેટ વગરની હોય તેના એન્જીન નંબર તથા ચેચીસ નંબર પોકેટ કોપ અને ઈ-ગુજ કોપમાં સર્ચ કરતા મો.સા.નં.GJ-35-D-2552 નો હોવાનુ જણાય આવેલ જે મોટર સાયકલ ચોરી બાબતે અત્રેના વેજલપુર પોલીસ સ્ટેશનના વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ થયેલ હોય જેથી પકડાયેલ સુફિયાન ફારુક ટપ રે.નાના મહોલ્લા વેજલપુર તથા તેની પાસે થી મોટર સાયકલ સાથે તેને હસ્તગત કરી ઉપરોક્ત ગુન્હાના કામે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી પો.સ્ટે.મા દાખલ થયેલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો પોકેટ કોપ અને ઈ-ગુજ કોપ આધારે ટુંકા સમયમા ડીટેક્ટ કરી આરોપી તથા મદ્દુામાલ રીકવર કરવામા આવેલ છે.