કુચાવાડા-પાંથાવાડા હાઇવે ઉપર એક યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક ગાય આડી આવતા અકસ્માત સર્જાયો હતો અને યુવકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.

લવજીજી તલાજી ઠાકોરનો પુત્ર વિજય લવજીજી ઠાકોર પોતાનું બાઈક નંબર જીજે-27-એફઇ-1618 લઈને આરખી ગામથી અમદાવાદ જવા માટે નીકળ્યો હતો. ત્યારે દાંતીવાડા-પાંથાવાડા હાઇવે ઉપર આવેલ ધરતી કોલ્ડ સ્ટોરેજ પાસેથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન રોડ ઉપર અચાનક ગાય આડી આવી જતા અકસ્માત સર્જાયો હતો અને યુવક નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક આસપાસમાંથી દોડી આવેલા લોકોએ 108 મોબાઈલ વાનને જાણ કરી સારવાર માટે પાંથાવાડા લઇ ગયા હતા.