ડીસામાં આજે તાપમાનમાં ભારે વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં ચાર ડિગ્રી તાપમાન વધતા આજે 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. જેથી લોકોને ઠંડીથી ભારે રાહત મળી છે.
ડીસા પંથકમાં આ વર્ષે શિયાળામાં હજુ જોઈએ એવી ઠંડીની શરૂઆત થઈ નથી. આ વર્ષે એવરેજ તાપમાન 12થી 13 ડિગ્રી જેટલું રહ્યું છે, પરંતુ ડીસામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનમાં વધારો થયો છે અને છેલ્લા ચાર દિવસમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન વધતા આજે 16 ડીગ્રી જેટલું તાપમાન નોંધાયુ હતું.
આમ તો દર વર્ષે ડીસા પંથકમાં રેકોર્ડ બ્રેક હાડ થીજાવતી ઠંડી પડે છે અને શિયાળામાં એવરેજ ઠંડીનો પારો ગગડીને છ થી સાત ડિગ્રી સુધી પહોંચી જાય છે, પરંતુ આ વર્ષે સરેરાશ તાપમાન 12 ડિગ્રી જેટલું રહેતા લોકોને ખાસ ઠંડીની અસર જોવા મળી નથી અને તેમાંય વળી આજે તો 16 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. જેથી લોકોને ઠંડીથી ભારે રાહત મળી રહી છે.