પંચમહાલ લોકસભાના ભુતપુર્વ સાસંદ અને દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણનું અવસાન થતા રાજકીય ક્ષેત્રમાં શોકનો માહોલ છવાયો છે.પોતાના મહેલોલ સ્થિત નિવાસસ્થાને હતા તે સમયે નિધન થયુ હતુ. શુક્રવારે તેમની સ્મશાનયાત્રા મહેલોલ સ્થિત નિવાસ સ્થાનેથી નીકળી હતી.સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.તેમનો પાર્થિવ દેહ પંચમહાભુતમા વિલીન થયો હતો. તેમની સ્મશાનયાત્રામાં મહેલોલ ગામના ગ્રામજનો, ભાજપ અને કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ,કાલોલ તાલુકાના સરપંચો, રાજકીય આગવાનો હાજર રહ્યા હતા. પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામા મહેલોલની મુવાડી ગામે જન્મેલા પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણે પ્રારંભિત શિક્ષા વેજલપુરમાંથી મેળવી હતી.ત્યારબાદ મહેલોલ ગામના સરપંચ બન્યા હતા. રાજકીય સફર આગળ વધી હતી.તેઓ ૧૯૭૫-૧૯૮૦મા તેઓ ગોધરા તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હતા. ત્યારબાદ તેઓ જીલ્લા પંચાયતના સભ્ય રહ્યા હતા.વર્ષ ૧૯૮૨ થી ૧૯૯૦ તેમજ ૧૯૯૫ થી ૨૦૦૦ માતેઓ ગોધરાના ધારાસભ્ય તરીકે ચુટાયા હતા.ગુજરાત સરકારમા વન પર્યાવરણ રાજ્યમંત્રી તરીકે ૨૦૦૪થી ૨૦૦૭ સુધી રાજ્યકક્ષાના આદિવાસી વિકાસ મંત્રી સુધી તરીકે ફરજ બજાવી હતી.૨૦૦૪માં ગુજરાત સરકારમાં પણ પશુપાલન મંત્રી તરીકે ફરજ બજાવી હતી. ૨૦૦૯માં પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપાની ટીકીટ પર વિજેતા બન્યા.તેમની સામે કોગ્રેસના દિગ્ગજ નેતા અને પુર્વ મુખ્યમત્રી શંકરસિંહ વાઘેલાનો કારમો પરાજય થયો હતો.૨૦૧૪માં કોંગ્રેસના ઉમેદવાર રામસિંહ પરમાર સામે વિજેતા થયા હતા.૨૦૧૯ માં તેમને ટીકીટ ન મળતા તેઓ નારાજ થયા હતા અને વર્ષ ૨૦૨૨ મા કાલોલ ની વિધાનસભા બેઠક ની ટીકીટ માંગતાં ભાજપે તેઓને ટીકીટ ન આપતા કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.અને કાલોલ વિધાનસભા બેઠક પર ઉમેદવારી કરી હતી. પણ તેમનો પરાજય થયો હતો. તેમને થોડા સમય પહેલા ભાજપમા ફરી જોડાવાની ઈચ્છા વ્યકત કરી હતી. પણ તેમની ઈચ્છા અધુરી રહી છે. પંચમહાલ ભાજપના નેતાઓ દ્વારા પણ તેઓને શ્રધ્ધાજંલી પાઠવામા આવી હતી. પંચમહાલ જીલ્લાના રાજકીય ક્ષેત્રમા દિગ્ગજ નેતા તરીકેની છાપ પ્રભાતસિંહ ચૌહાણની હતી.જમીની નેતા તરીકે તેઓએ લોકચાહના મેળવી હતી.લોકોની પ્રશ્નોને તેઓ રૂબરૂ સાંભળતા હતા,તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવતા હતા.પાર્ટીને પણ કહેવામા કોઈ શેહશરમ રાખતા નહી. આમ એક બાહુબલી છાપ ધરાવતા નેતા હતા. પંચમહાલના રાજકીય ઈતિહાસમાં પ્રભાતસિંહ ચૌહાણનુ નામ સુવર્ણ અક્ષરે અંકિત થઈ જશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM મોદીની પાકિસ્તાની બહેને મોકલી રાખી, 2024ની ચૂંટણી જીતવા માટે શુભેચ્છાઓ પાઠવી
રક્ષાબંધનના શુભ તહેવાર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ‘પાકિસ્તાની’ બહેન કમર...
हरियाणा चुनाव के नतीजों से चौंके अशोक गहलोत, शैलजा को लेकर दिया बड़ा बयान
हरियाणा विधानसभा चुनाव के नतीजों की तस्वीर अब धीरे-धीरे साफ होती हुई दिख रही है। कांग्रेस पार्टी...
OnePlus 12: 50W Airvooc चार्जिंग वाला फोन आज मिलेगा सस्ता, पहली सेल हो रही है लाइव
वनप्लस ने हाल ही में हुए अपने लॉन्चिंग इवेंट में ग्राहकों के लिए दो नए स्मार्टफोन और ईयरबड पेश...
AB de Villiers tells Chris Gayle his first impression of Virat Kohli: 'Cocky, arrogant, has to come down to earth'
Former India skipper Virat Kohli, over the course of his illustrious career, has grown not...
বৰপেটা শ্বাইখুল হিন্দ মাহমুদুল হাচান জামিউল হুদা ইছলামিক একাডেমী নামৰ মাদ্ৰাছাখনত আজি উচ্চেদ অভিযান
বৰপেটা শ্বাইখুল হিন্দ মাহমুদুল হাচান জামিউল হুদা ইছলামিক একাডেমী নামৰ মাদ্ৰাছাখনত আজি উচ্চেদ অভিযান