અમદાવાદ ખાતે આવેલ આઇપીએસ મેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આઇપીએસ વાઇવ્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના ડીજીપી વિકાસ સહાય, કમિશ્નર જી. એસ.મલિક, સહિત સમગ્ર ગુજરાતની પોલીસ ટીમના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ગુજરાત સરકારના સચિવ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ,સચિવાલય ગાંધીનગર, અશ્વિની કુમાર અનેક અગ્રણી મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ અદભુત કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક મહાનુભવો સામે ગુજરાતનું ગૌરવ એવા વિશ્વ વિખ્યાત કલાસિકલ નૃત્ય કલાકાર ભરત બારીયા અને અક્ષય પટેલ તેમજ તેઓની નૃત્યવાલી ટીમેં અદભુત અંદાજમાં નૃત્યના માધ્યમથી મહાગંગા આરતી કરી હતી જેમાં તેઓની આ અદભુત નૃત્ય કલા જોઈ ઉપસ્થિત સર્વે મહાનુભવો અભિભૂત થઈ ભક્તિમાં બન્યા હતા અને સમગ્ વાતાવરણ ભક્તિમય બન્યું હતું જેમાં ગંગા આરતીનો અદભુત નજારો જોઈ મંત્રમુગ્ધ બનેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નૃત્ય કલાકાર ભરત બારીયા અને અક્ષય પટેલ સહિતની નૃત્યાવલી ટીમ પર પુષ્પ વર્ષા કરાવી સમગ્ર ટીમનું હૃદયના ઉમકળાથી અભિવાદન કરી સમગ્ર નૃત્યાવલી ટીમને સન્માનિત કરી હતી જેમાં ઉપસ્થિત સૌ કોઈએ ગંગા આરતીમાં જોડાઈ જગત જનની મા જગદંબાના આશીર્વાદ લીધા હતા.