અમરેલી જિલ્લા ના પીપલગ ગામના વતની અને ક્ષત્રિય સમાજના કાર્યદક્ષ યુવા કાર્યકર્તા એવા શિવરાજ વાળા તેમના ૩૦૦ જેટલાં કાર્યકરો ને લઇ ને કૌશિકભાઈ વેકરીયા ના હાથે કેશરીયા ધારણ કર્યા.

ભાઈ શ્રી શિવરાજભાઈ વાળા આમ આદમી પાર્ટી પાર્ટીના ૯૫ અમરેલી વિધાનસભા ના સહ સંગઠન મંત્રી પદે બિરાજમાન હતા. અને શિવરાજવાળા બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.

શિવરાજભાઈ વાળા એ આમ આદમી પાર્ટી ને અલવિદા કરી દેતા અમરેલી વિધાનસભા આમ આદમી પાર્ટીમાં પહેલા કોળિયાએ જ માખ આવી હોય.એવો ઘાટ સર્જાયો હતો અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સરજાયું છે.

શિવરાજભાઈ વાળા અને તેમના સાથી મિત્રો એ અમરેલી જિલ્લા ભાજપા પાર્ટીના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના હાથે ભગવો ખેંસ ધારણ કરતા ભાજપ પાર્ટી ના કાર્યકર્તા મિત્રો માં હર્ષ ની લાગણી વ્યાપી ગઈ હતી.

અને સર્વોએ નારા લગાવ્યા હતા જીતછે ભાજપ કૌશિકભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે.

રિપોર્ટર.ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.