પાલનપુર ફૂડ વિભાગની ટીમે ચડોતર ગામ નજીક તપાસ હાથ ધરીને ડીસાથી મહેસાણા લઇ જવાતો શંકાસ્પદ વેજફેટનો જથ્થો ઝડપી પાડયો છે જેમાં રૂ .13900 નો મુદ્દામાલ સીઝ કરી તેના સેમ્પલ પરીક્ષણ અર્થે વડોદરાની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. ભેળસેળ યુક્ત ખાધ પદાર્થનું ચેકીંગ હાથ ધરવામા આવતા ભેળસેળિયા તત્વોમાં તકેદારી વધી ગઈ છે.

ડીસાથી શંકાસ્પદ વેજફેટ મહેસાણા લઇ જવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે પાલનપુર ફૂડ વિભાગની ટીમે ચડોતર નજીક વોચ ગોઠવીને ડીસા તરફ થી લેવાઈ રહેલા સોહમ બ્રાન્ડ વેજ ફેટના 116 ટીનની તપાસ કરતા આ ટીન પર પેકેજીંગ અને એક્ષપાયરિંગ ડેટ ન હોવાથી ફુડ વિભાગની ટીમે રૂ.13900 ની કિંમતના 116 ટીન શંકાસ્પદ વેજ ફેટ સીઝ કર્યું હતું અને શંકાસ્પદ સોહમ વેજ ફેટના સેમ્પલ લઈ તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા જોકે દિવાળીના તહેવારોમાં માવા મીઠાઈ ની માંગ વધતી હોય કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળ યુક્ત ઘી સહિતના ખાધ પદાર્થનો ઉપયોગ કરતા હોય છે.